September 26, 2020
September 26, 2020

કોરોનાએ તોડી રિયલ એસ્ટેટની કમર..! અમદાવાદમાં મકાનોના વેચાણમાં 83 ટકાનો ઘટાડો

રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભયાનક મંદી, અમદાવાદ સહિત અન્ય મુખ્ય શહેરોના બિલ્ડરોની દશા ખરાબ

કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનનાં પગલે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભયાનક મંદીનાં એંધાણ જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણે રિયલ એસ્ટેટની કમર તોડી નાંખી છે. ફ્લેટ અને આવાસો તૈયાર છે પરંતુ તેના ખરીદારો મળતા નથી. જેમણે બુકીંગ કરાવ્યા છે તેમની પાસે બાકી રકમ ભરવાની સુવિધા નથી. ગુજરાતના મુખ્ય શહેરોના બિલ્ડરોની દશા ખરાબ છે. મોટાભાગના બિલ્ડરોએ જ્યાં સુધી જૂની સ્કીમના આવાસો વેચાય નહીં ત્યાં સુધી નવી સ્કીમ અટકાવી દીધી છે.

એક રિપોર્ટ મુજબ, એપ્રિલ થી જૂનના ક્વાર્ટસમાં હાઉસિંગનું વેચાણ 79 ટકા ઘટીને માત્ર 19000 એકમ થયું છે. અમદાવાદમાં ફ્લેટ અને આવાસોનું વેચાણ 83 ટકા ઘટ્યું છે. શહેરમાં ત્રણ મહિનામાં માત્ર 1181 આવાસો વેચાયા છે. ગયા જાન્યુઆરી થી જૂનના છ મહિનામાં રહેણાંક મિકલતોનું વેચાણ 52 ટકા ઘટી ગયું છે, જ્યારે કોમર્શિયલ મિલકતોમાં તો 90 ટકાનો ઘટાડો છે.

લોકડાઉનથી પરેશાન લોકોને પૈસે- ટકે અસર થઈ છે. બે મહિના ઘરે રહીને ખાધુ પીધુ. જેમને પગાર થયા તેમને વાંધો આવ્યો નહી પરંતુ જેમના પગારો કપાયા, કામધંધા બંધ રહયા તેવા સૌ કોઈની હાલત કફોડી થઈ ગઈ અનેક લોકોને પોતાના ધંધા બંધ કરવા પડયા અગર તો બદલવા પડયા. બજારમાં ઘરાકી નથી રૂપિયાની તરલતા જાેવા મળતી નથી. લોકોએ પોતાની બચતો ખર્ચી જીવન ચલાવ્યુ છે તેને કારણે ખરીદી નીકળતી નથી. પરિણામે અનેક સેકટરો ઓકસીજન પર આવી ગયા છે આવી જ હાલત રીયલ એસ્ટેટની થઈ છે અનેક બિલ્ડરોના મકાનો વેચાયા વિનાના પડી રહયા છે. નવી સ્કીમો મૂકવાની કોઈમાં હિંમત રહી નથી.

જે બિલ્ડરોએ સ્કીમો મૂકી છે તેમાંથી હેમખેમ બહાર નીકળી જવા પ્રયાસ કરી રહયા છે. અમદાવાદમાં સેંકડો બિલ્ડરોની સ્કીમો વેચાણ વિનાની પડી રહી છે. પરંતુ મકાન લેવા જઈએ તો આગળના તમામ માળ પરના મકાનો વેચાઈ ગયા છે અને અમુક ફલોર પર મકાન છે તેવા પણ જવાબો મળે છે. અત્યારની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદના મકાનોના વેચાણમાં અંદાજે ૮૩ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે લોકો જાેડે રૂપિયા નથી. ધંધાદારીઓના રૂપિયા બ્લોક થઈ ગયા છે.

ઉઘરાણી આવી નથી. બાકી લ્હેણાંની રકમ આવતા દિવાળી આવી જાય તો નવાઈ નહી રહે તેમ વેપારીઓ જણાવી રહયા છે, આવી પરિસ્થિતિમાં નવા મકાન તો શું સેકન્ડમાં પણ મકાન લેવાનું કોઈ વિચારી શકે તેમ નથી. અમદાવાદની આસપાસ બિલ્ડરોએ ફલેટોની મોટી- મોટી સ્કીમો મૂકી છે પરંતુ મકાન ખરીદનાર ઓછા થઈ ગયા છે. લગભગ ૮૩ ટકા સુધી ખરીદદાર ઘટયા છે તે પ્રકારનો આંકડો માધ્યમોમાં આવી રહયો છે. કોરોનાએ બધાએ રડાવ્યા છે તેમાંથી બિલ્ડરો પણ કઈ રીતે બાકાત રહી જાય ?? મતલબ કોરોનાએ તમામ ધંધાઓને નાની મોટી અસર કરી છે.

 156 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર