કાંવડ યાત્રાને લઈને SCની લાલ આંખ, UP સરકારને કહ્યું….

ધર્મના અધિકારથી જીવવાનો અધિકાર ઉપર છે, ફરી વિચાર કરો

કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને મંજૂરી મળતા આ સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે જેને પગલે કાંવડયાત્રાને લઈ સસ્પેન્સ બનેલું છે.

યુપી સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં યુપી સરકારે કહ્યું હતું કે, સાંકેતિક સ્વરૂપે કાવડ યાત્રા કરવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા આ અંગેની ગાઈડલાઈન પણ બનાવાઈ શકે છે. હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આ મુદ્દે ફેરવિચારણા માટે જણાવ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી કરવામાં આવશે. યુપી સરકારે ફરી એક વખત સોમવારે પોતાનો જવાબ આપવો પડશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો વિષય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિનું જીવન સૌથી વધારે મહત્વનું છે. ધાર્મિક અને અન્ય ભાવનાઓ મૌલિક અધિકારને આધીન જ છે.

કોરોના સંકટકાળમાં કાંવડયાત્રાને લઈ સુપ્રીમ કોર્ટે પોતે જ ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી 16 જુલાઇ સુધીમાં જવાબ માંગ્યો હતો, તેની સુનવણી આજે થશે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં રહે, કાવડ યાત્રા સાંકેતિક સ્વરૂપે ચાલુ રહેશે.

 62 ,  1