‘સાહો’ની રિલીઝ ડેટમા ફેરફાર 15 ઓગસ્ટના બદલે હવે 30 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો’ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી જે હવે 30 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. મેકર્સે આ વાતની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ‘અમે ફિલ્મની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવા માગતા નથી.

માટે જ ફિલ્મની રિલીઝ ડેટ 15 ઓગસ્ટથી બદલીને 30 ઓગસ્ટ કરવામાં આવી છે.’ મેકર્સે લેટરમાં લખ્યું છે કે, ‘અમે સ્વતંત્રતા દિવસ પર ફિલ્મ રિલીઝ નથી કરી રહ્યા પણ મહિનો એ જ રાખીએ છીએ. અમે સાહો ફિલ્મથી લોકોની દેશભાવના સાથે જોડાયેલ રહેવા માગીએ છીએ.’

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી