ધો-12 સાયન્સનું આવતીકાલે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે

ઓનલાઇન વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ

આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

 51 ,  1