ધોરણ 12 સાયન્સ પૂરક પરિક્ષાનું પરિણામ આજે જાહેર…


ગુજરાત ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 સાયન્સની પૂરક પરિક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ-2019માં લેવાયેલી પૂરક પરિક્ષામાં 35.61 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાંથી કુલ 15580 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 5548 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં લેવાયેલી પરિક્ષામાં નાપાસ થયેલા 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી હતી. જેનું પરિણામ 30 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. પૂરક પરીક્ષામાં પણ કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગષ્ટ સુધી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીએ રૂબરૂ અથના પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી