શંકરસિંહે પુરવાર કર્યું- હમ કીસી સે કમ નહીં, જુનાગઢમાં ખાતુ ખોલાવ્યું..

ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા છે. 59 બેઠકોમાંથી ભાજપને ભલે 54 બેઠકો સાથે સતા મળી છે. ભાજપ ફરી થી સત્તામાં આવશે એ જગજાહેર હતું કેમ કે જુનાગઢ કોંગ્રસ નાં પ્રમુખ જ પક્ષ પલ્ટો કરીને ભાજપમાં ભળી ગયા હતાં.પરતું એન સી પી પક્ષઅને તેનાં ઉમેદવારો અડીખમ રહ્યા પરીણામે એન સી પી નાં નવા વરાયેલા અને રાજકારણનાં કુશળ રણનીતિકાર શંકરસિંહ વાઘેલા એ આ ચૂંટણીમાં 4 બેઠકો મેળવીને રાજકીય રીતે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું કે હમ કીસી સે કમ નહી. આ ચૂંટણીમાં 135 વર્ષ જુની કોંગ્રસને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક મળી છે. જયારે વાઘેલા બાપૂની રણનીતિને લીધે 4 બેઠકો એન સી પી ને મળી છે.
રાજકીય સુત્રો એ જણાવ્યું કે શંકર સિંહ વાઘેલાને જો અગાઉ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હોત તો લોકસભાની ચુંટણીમાં કંઇક નવા જુની કરી હોત પરંતુ દેર આયે દુરસ્ત આયેની જેમ વાઘેલા બાપૂએ નગરપાલિકાની ચૂંટણીમાં 4 બેઠકો સાથે ડંકો વગાડ્યો છે.
સુત્રએ કહ્યું કે આગામી વર્ષે ઓકટોબર માસ માં અમદાવાદ સહિત અન્ય મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે વાઘેલા બાપૂનાં નેતૃત્વમાં એન સી પી સારા એવા પ્રમાણમાં સૌ પ્રથમ વાર બેઠકો જીતી શકે તેમ છે. કેમ કે ગુજરાતનાં રાજકારણ અને ભાજપ-કોંગ્રસનાં તમામ નેતાઓની કાર્ય પધ્ધતિથી તેવો સારી રીતે પરીચીત છે. અને જેમ જુનાગઢ મનપા માં કોંગ્રેસ કરતાં 4 ડગલાં આગળ રહ્યા તેમ અન્ય મનપા ઓની ચૂંટણીમાં પણ આગળ રહી શકે તેમ છે.4 બેઠકો સાથે વાઘેલા બાપૂ એ રાજકીય ખાતુ ખોલાવ્યું છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી