મહેસૂલ મંત્રીની કડકાઇ – મોડા આવ્યા તો ખબરદાર…

નવી સરકારનું નવું વલણ – વેળાસર ઓફિસ પહોંચો નહીં તો…

મહેસૂલ વિભાગના અધિકારીઓને મહેસૂલ મંત્રીએ વધુ એકવાર ચીમકી આપી છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર કચેરીએ ન પહોંચતા હોવાથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નારાજ છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા હોવાની ફરિયાદ મળી છે, તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે. હવે ફરિયાદ મળશે તો એક્શન લેવાશે.

તેમણે કહ્યું કે, મહેસૂલ વિભાગમાં અરજદારોની ફરિયાદોનો નિકાલ આવે તે મારી પ્રાથમિકતા છે. અધિકારીઓ સમયસર આવ્યા નથી, તેની મને ટેલિફોનિક ફરિયાદો મળી છે. જે અધિકારીઓ સમયસર નહીં પહોંચે તેની સામે પગલા લેવાશે. તલાટી, મામલતદાર, કલેક્ટર કચેરીના અધિકારીઓએ સમયસર પહોંચવું પડશે.

તેમણે કહ્યું હતું કે, અરજીઓ કોઈ કારણ સિવાય વિલંબમાં ન મુકશો. હકદાર અરજકર્તાને જાણીબુઝીને હેરાન કરનારાઓને બક્ષવામાં નહીં આવે. જે અધિકારીઓના ચુકદાઓ વારંવાર ઠરશે તેની પણ સમીક્ષા કરશે. અરજદારને ન્યાય આપવો તે અધિકારીઓની જવાબદારી છે. બિનજરૂરી રીતે પેન્ડિંગ કેસ રખાશે તો અધિકારીઓ સામે પગલા લેવાશે. અધિકારીઓ મોડા પહોંચતા એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલો રજૂ કર્યા છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી