દહેગામમાં અઠવાડિયા પહેલા ખેલાયેલા ખૂની ખેલમાં આખરે રિક્ષા ચાલકે દમ તોડ્યો

20 પોલીસ જવાનના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે અંતિમવિધી કરાઈ

ગાંઘીનગર જિલ્લાના દહેગામ એસ.ટી ડેપો નજીક ગત સોમવારે ધોળા દિવસે નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. એક રિક્ષાચાલકે અન્ય રિક્ષાચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો જેના પગલે બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ખૂની ખેલમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આટલા દિવસ જીવન-મરણ વચ્ચે જોલા ખાય રહેલો યુવાને અંતે આજે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતદેહને દેહગામ સ્થિત તેના નિવાસસ્થાને લવાયા બાદ ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે અંતમિવિધિ માટે લઈ જવામાં આવ્યા હતો.

મૃતક

આ બનાવની વિગત પ્રમાણે દહેગામના ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ વાલજીભાઈ પટેલના પરિવારમાં ગર્ભવતી પત્ની તેમજ એક બાળક સહિત માતા પિતા હર્ષદનગર ટેકરા પાસે રહે છે અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત સોમવારે દહેગામ નરોડા રોડ પર રિક્ષા લઈને ગયો હતો નરોડા ખાતે બંને ભેગા થઈ ગયા હતા. જ્યાં જગદીશની રિક્ષા પડી હતી અને તેની રિક્ષાનો કાચમાં થોડું કાણું પડેલું હતું. આ દરમ્યાન અલ્તાફે ચાવી વડે કાણાં પડેલા કાચમાં વધુ કાણું પાડવાની કોશિષ કરી હતી જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ગાળાગાળી સાથે માથાકૂટ થઇ હતી. ત્યારે અલ્તાફે દહેગામ આવ પછી જોઈ લેવાની ધમકી આપી હતી અને રિક્ષા લઈ દહેગામ આવી ગયો હતો.

આરોપી

અગિયાર વાગ્યાની આસપાસ જગદીશ આવી પહોંચતા અગાઉથી તૈયારી સાથે બેઠેલા અલ્તાફે એસ.ટી ડેપો વિસ્તારમાં જ જગદીશ સાથે ઝગડો કરીને અલ્તાફે ફિલ્મી રીતે ધારિયું લઈને ધારીયાનાં ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો અચાનક થયેલા હુમલાથી જગદીશ લોહી લુહાણ હાલતમાં ભર બજારમાં દોટ લગાવી હતી જેના પગલે સમ્રગ પંથરમાં નાસભાગ મચી ગઈ હતી ગંભીર રાતે ઘાયલ યુવકે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે તેને અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમગ્ર ઘટનાના દેહગામ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેના પગલે પરિસ્થિતિ વણસે નહીં માટે પોલિસ તાત્કાલિક જગદીશ અને અલ્તાફના નિવાસ સ્થાને ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

 121 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી