સોનાની નદી કે પછી સોનાની રેત….?

સવાર પડતા જ લોકો પહોંચી જાય છે સોનાની શોધમાં

‘નદીની રેતમાંથી રમતું નગર મળે કે ન મળે’..આ પ્રખ્યાત પંક્તિ કદાચ સાંભળી હશે પરંતુ અહીં વાત નદીની રેતમાંથી સોનુ મળવાની છે .નદી વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે ,પરંતુ આજે તમને એક એવી નદીની વાત કરી રહ્યા છીએ કે,જેનાં વિશે જાણીને તમને આશ્વર્ય થશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, ભારતમાં એક એવી નદી છે, જેની રેતીમાંથી સોનું મળે છે.

મળતી માહિતી મુજબ ,ભારતમાં આ નદી ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામથી પ્રખ્યાત છે અને સ્થાનિક લોકો સવારે ઉઠીને સોનાની શોધખોળમાં લાગી જાય છે.ઉપરાંત આ સોનું વેચીને જ તેઓ ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ભારતમાં એક એવી નદી છે, જ્યાંથી સોનું નીકળે છે અને આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો નદીની રેતીમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન કરે છે. આ નદી ઝારખંડના રત્નગર્ભામાં “સુવર્ણરેખા” નામથી જાણીતી છે.

ઉલ્લેખનીય છે કે ,આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. સુવર્ણરેખા અને તેની સહાયક નદી કરકરીમાં સોનાનાં કણો જોવા મળે છે. ત્યારે સ્થાનિક લોકોનું માનવું છે કે, સોનાનાં કણ કરકરી નદીમાંથી વહીને સુવર્ણરેખા નદી સુધી પહોંચે છે.સ્થાનિક લોકો સવારે ઉઠીને નદી કિનારે જઈને સોનાની શોધખોળ કરવામાં લાગી જાય છે અને ભારે જહેમત બાદ તેઓને સોનું મળે છે . આ સોનું વેચીને જ તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

નોંધનીય છે કે ,કોરોના કાળમાં લોકો આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે નદીની આસપાસનાં વિસ્તારનાં લોકો માટે આ જગ્યા પૈસા કમાવવાનું સ્થળ બની ગઈ છે.

 53 ,  1