કુબેરનગરમાં ‘આપ’ની ગર્જના – દેશને ખાનગીકરણના નામે વેચી દીધું

જાતિ-ધર્મના નામે મત માંગતી પાર્ટીને ભગાડો : શહેનાઝ હિન્દુસ્તાની

કુબેરનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભામાં આપના સ્ટાર પ્રચારક અને કવિ શહેનાઝ હિંદુસ્તાનીએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. જાતિ-ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવી સત્તા પર બેઠી છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં કોઈ વિકાસના કામો કર્યા નથી. આવી ભ્રષ્ટ સરકારને ચૂંટણીમાં હરાવવા લોકોને અપીલ કરી હતી.

કુબેરનગર વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યેન્દ્ર અભવેકર, ગીતાબેન સુંદરવા, રાવીન્દ્રલાલ ગુપ્તા અને આશાબેન થધાણીએ જાહેર સભાનો આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને કવિ શહેનાઝ હિંદુસ્તાનીએ સભામાં કહ્યું હતું કે, આ દેશને ખાનગીકરણના નામે વેચી દીધું છે.

તેમણે કહ્યું હતું કે, દિલ્લીમાં કેજરીવાલે લોકોને મફત શિક્ષણ, મફત આરોગ્ય, મફત વીજળી, મહિલાઓ માટે મફત બસ સેવા જેવી સુવિધા આપી રહી છે. જ્યારે બીજેપી વિકાસના નામે લોકોને મૂર્ખ બનાવી રહી છે. નોટબંધીના ફાયદા ગેર ફાયદાની નીતિ અત્યાર સુધી લોકોને સમજાવી શક્યા નથી. લોકડાઉનમાં લોકોને પોતાના જ ઘરમાં પુરી રાખવામાં આવ્યા હતા. લોકોએ પગપાળા પોતાના માદરે વતન જવાની ફરજ પડી હતી. માસ્કના નામે પોલીસ સરકારે  ગરીબ લોકોની કમર તોડી નાખી હતી.

છેલ્લા 80 દિવસ ઉપરાંત સમય વીતી ગયો છતાં ખેડૂતોની કોઈ રજુઆત આપખુદ શાહી શાશન ચલાવી રહી બીજેપી સરકાર દેશના તાતની કોઈ માંગણી માનવા તૈયાર નથી.કેમ કે બીજેપી સરકાર લોકોના મત કરતા evm મશીનના મત મેળવી સરકાર બનાવે છે. આવી સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે. તેમને કવિતા અને શાયરીમાં  પ્રવચન કરી લોકોને ખુશ કરી દીધા હતા.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર