પાટીદાર સમાજનો હુંકાર : આગામી મુખ્યમંત્રી તો અમારો જ જોઈએ નહીંતર..

ખોડલધામમાં ખોડલની સાક્ષીએ કરાશે રાજકીય ઠરાવ..

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનું સામાજિક કાઉન્ટ ડાઉન જાણે કે શરુ થઇ ગયું હોય તેમ તેની પહેલ પાટીદાર સમાજે કરી છે અને પહેલી જ બેઠકમાં કઈ પણ દીધું કે ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી તો પાટીદાર સમાજના જ હોવા જોઈએ .પાટીદાર સમાજે અંદર ખાનેથી દિલ્હીવાલે કેજરીવાલની આપ પાર્ટીને ટેકો આપવાની રણનીતિ બનાવી હોય તો પણ નવાઈ નહિ .

મળતી માહિતી મુજબ ,2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેમાં લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની એક મંચ પર બેઠક મળશે. આ બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.બેઠક પહેલા નરેશ પટેલે જણાવ્યું કે, અમે થોડા દિવસ પહેલા ઉંઝા દર્શન કરવા માટે ગયા હતા. ઊંઝામાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી, તે મુદ્દાઓ અંગે આજે ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. રાજ્યને કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી નથી મળ્યા નથી. કોઈ સમાજ એવુ ન ઈચ્છે કે તેમનો વ્યક્તિ મુખ્યમંત્રી ન બને. દરેક સમાજને એમ હોય કે, પોતાના સમાજના નેતા મુખ્યમંત્રી બને. પાટીદાર સમાજના મુખ્યમંત્રી પણ હોવા જોઈએ. સાથે જ ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ નહિ ચાલે એવી વાત અંગે નરેશે પટેલે કહ્યું કે, આપ પાર્ટી દિલ્હી અને અન્ય રાજ્યોમાં જે રીતે કામ કરે છે તેને 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં સ્થાન મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનો પહોંચી ચૂક્યા છે અને બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં 2022 ની ગુજરાતની ચૂંટણીઓ વિશે પાટીદાર સમાજના રોલ વિશે ચર્ચા થશે. બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જ 2022 ની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગઈકાલે ગુજરાત આવીને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ખેમામાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તો આ વચ્ચે 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેની ગુજરાતની રાજનીતિ પર આ બેઠકની મોટી અસરો જોવા મળશે. આ બેઠકને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. ત્યારે આ મુલકાતથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા છે.

વધુમાં ,આ પહેલા પણ પાટીદારો એક મંચ પર જોવા મળ્યા હતા. આ વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2021માં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. ત્યારે વર્ષમાં બીજીવાર તેઓ એક મંચ પર જોવા મળશે.

 60 ,  1