September 20, 2021
September 20, 2021

મોબાઈલ સિમ લેવા હવે ફોર્મ ભરવું નહીં પડે, ડિજિટલ KYCને મંજૂરી

સિમ કાર્ડથી લઈને ટાવર લગાવવા સુધીના નિયમો બદલાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સેક્ટર પેકેજ મંજૂર કરવા માટે રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે પણ PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડ્રોન માટે PLI યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. જીડીપીમાં ઓટો સેક્ટરનો હિસ્સો 12 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે, જે હાલમાં 7.1 ટકા છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ઓટો સેક્ટર માટે PLI યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા PLI યોજના લઈને ઓટો ઉદ્યોગ, ઓટો કમ્પોનન્ટ, ડ્રોન ઉદ્યોગ માટે 26058 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જે અદ્યતન ઓટોમોબાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 7 લાખ 7 હજાર લોકોને રોજગારી મળશે. આ સિવાય વિદેશી રોકાણ વધશે. જીડીપીમાં ઓટો સેક્ટરનું મહત્વનું યોગદાન છે. જીડીપીમાં ઓટો સેક્ટરનો હિસ્સો 12 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે, જે હાલમાં 7.1 ટકા છે.

તેથી જ સ્થાનિક બજાર માટે PLI યોજના રજૂ કરવામાં આવી છે. આ ભારતને ગ્લોબલ પ્લેયર બનાવશે. આપણે એવા ઘટકોનું ઉત્પાદન કરી શક્શું જે વિદેશથી ભારતમાં આવે છે. PLI યોજના આયાત ઘટાડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે પસંદ કરેલી કંપનીઓએ 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે. રોકાણની મર્યાદા અલગ અલગ છે. આ ઈન્સેટીવ પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.

સિમ કાર્ડના નિયમો બદલાશે

તમામ ફોર્મ જે વેરહાઉસમાં છે, તે ડિજિટલાઇઝ્ડ થશે. સિમ લેતી વખતે જે કાગળો આપવાના હતા તે તમામ વેરહાઉસમાં હતા. તેમનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે. KYC હવે સંપૂર્ણપણે ઓનલાઈન થશે. ટાવરની સ્થાપનાની પ્રક્રિયામાં ઘણા વિભાગોની મંજૂરી લેવામાં આવતી હતી. હવે સેલ્ફ અપ્રુવલથી જ કામ ચાલશે. હવે માત્ર એક પોર્ટલ DOT પરથી મંજૂરી મેળવી શકાશે. લાઈસન્સ રાજ આજથી નાબૂદ કરવામાં આવ્યું છે.

ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજની મંજૂરી

અનુરાગ ઠાકુરે કહ્યું કે ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ટેલિકોમ સેક્ટરમાં રોકાણ હવે 100% ઓટોમેટિક રૂટ દ્વારા થઈ શકે છે. ટેલિકોમ શેરિંગમાં કોઈ બંધન ન હોય તે  માટે સ્પેક્ટ્રમ શેરિંગને સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે.

ટેલીકોમ સેક્ટરમાં હાલ જેટલા ડ્યુઝ છે, જેટલી પણ કંપનીઓ પર ડ્યુઝ છે. તેના માટે 4 વર્ષનું મોરેટોરિયમ મંજુર કરવામાં આવ્યું છે. મોરેટોરિયમ રકમ પર ડ્યુઝ ચૂકવવુ પડશે. MCLR દર +2 ટકા છે. બેંક્સ બેલેન્સ સીટમાં ટેલીકોમ સેક્ટર સાથે રીલેટેડ જે પણ એક્સપોઝર હતું. તે ઘટાડવામાં આવશે.

આ સમાચાર બાદ ટેલિકોમ શેરોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.આજના સત્રમાં ભારતી એરટેલે રેકોર્ડબ્રેક તેજી દર્શાવતા તેની હાઈ સપાટી બનાવી છે. આ દિવસે સમાચાર લખાય ત્યાં સુધી ભારતી એરટેલનો શેર 732.80 રૂપિયા પ્રતિ શેરના સ્તરને સ્પર્શી ગયો છે.

શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન એક વાગ્યાની આસપાસ વોડાફોનનો શેર 9 રૂપિયા 30 પૈસાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં વોડાફોન આઈડિયાનો શેર 50.42 ટકા વધ્યો છે.

 18 ,  1