September 23, 2021
September 23, 2021

રશિયાના મંત્રીએ કેમેરામેનનો જીવ બચાવવા પોતાનો આપી દીધો જીવ

પાણીમાં છલાંગ લગાવી જીવ બચાવવા જતાં મોતને ભેટ્યા

રશિયાના આપાતકાલિન મંત્રી યેવગેની જિનિચેવનું દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. જિનિચેવ આર્કટિક ક્ષેત્રમાં એખ સિવિલ ડિફેન્સ એક્સરસાઈઝમાં ભાગ લઈ રહ્યા હતા જે દરમ્યાન એક વ્યક્તિ પાની ગરકાવ થઈ જતા તેને બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.

એક રિપોર્ટમાં કહેવાયું છે કે કસરતના સમયે આર્કટિકમાં એક વ્યક્તિ મંત્રી યેવગેની જીનીચેવનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યો હતો આ સમયે કેમેરામેન પાણીમાં પડ્યો. તેને બચાવવા માટે યેવગેની જીનીચેવ પાણીમાં કૂદ્યા. દુર્ભાગ્યથી બંનેના મોત થયા હતા.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, ઘટના વિશે માહિતી આપતી વખતે, કટોકટી મંત્રાલયે કહ્યું કે 55 વર્ષીય યેવગેની જિનીચેવનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના બુધવારે બની, જ્યારે તે આર્કટિક પ્રદેશને કટોકટીમાંથી બચાવવા માટે અનેક વિભાગો સાથે આંતર-એજન્સી કવાયત કરી રહ્યો હતો. આ દરમિયાન, એક વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેને ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કટોકટી મંત્રી યેવજેની જિનિચેવ એક ખડકની ધાર પર ઊભા હતા ત્યારે એક કેમેરામેન લપસી પડ્યો હતો અને પડી ગયો હતો. તેને બચાવવા માટે, જીનીચેવ ખડક પરથી પાણીમાં કૂદી પડ્યા. આ દરમિયાન તે અન્ય ખડક સાથે અથડાયા અને માથામાં ગંભીર ઈજા થઈ. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

જિનિચેવનો જન્મ 1966 માં લેનિનગ્રાડ (હવે સેન્ટ પીટર્સબર્ગ) માં થયો હતો. 1987 માં તેઓ રશિયન ગુપ્તચર એજન્સી કેજીબીના અધિકારી બન્યા અને 1991 થી રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) માં કેટલાક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા. વિવિધ હોદ્દાઓ પર હતા ત્યારે, જીનીચેવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઘણી વિદેશ યાત્રાઓ પણ કરી હતી. રશિયન સુરક્ષા સેવાના નાયબ નિયામક તરીકે સેવા આપ્યા બાદ જીનીચેવ 2018 માં કટોકટીની પરિસ્થિતિઓના મંત્રી બન્યા.

 22 ,  1