વડાપ્રધાન માટે સૌથી સુરક્ષિત કાર વસાવવામાં આવી, કિંમત માત્ર 12 કરોડ

બોમ્બ ધડાકા, ગોળીબાર વગેરેની પણ અસર નહીં થાય, જાણો ખાસિયતો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં હવે સૌથી સુરક્ષિત કાર વસાવવામાં આવી છે જેનું નામ છે mercedes maybach s650 એટલુ જ નહીં તેની કિંમત અધધ.. 12 કરોડ રુપિયા હોવાની માહિતી મળી રહી છે. આ નવી કાર પહેલીવાર દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં જોવા મળી હતી જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત યાત્રાએ આવેલ હતા. નોંધનીય છે કે SPG પ્રધાનમંત્રીની સુરક્ષા કરે છે અને તેમના દ્વારા જ કારને લઈને અનુરોધ કરવામાં આવે છે.

કારની મહત્તમ સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની છે અને તે ટ્વીન ટર્બો V12 એન્જિનથી ચાલે છે, આ એન્જિન 516 BHPની પાવર અને 900 NM ટોર્ક આપે છે. આ સિવાય આખી કાર બુલટપ્રૂફ રૂટે તૈયારી કરવામાં આવી છે અને તે ERV રેટિંગ અનુસાર બ્લાસ્ટ પ્રૂફ કાર છે, કારની માત્ર 2 મીટર દૂર 15 KG વિસ્ફોટકથી પણ બ્લાસ્ટ થાય તો પણ અંદર સવાર વ્યક્તિ સલામત રહી શકે છે. મર્સિડીઝમાં કારની સીટ ઉપર મસાજર પણ આપવામાં આવ્યું છે.

ગાડીની બારીઓને પોલીકાર્બોનેટથી કોટ કરવામાં આવી છે જે વધારાની સુરક્ષા આપે છે અને ગેસ હુમલો થયો હોય તેવી સ્થિતિમાં અલગથી એરસપ્લાય મળી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારના ફ્યુલ ટેન્કને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જો ટેન્ક પર ગોળી પણ વાગી જાય તો તે જાતે જ તેને સીલ કરી દેશે. જે સામગ્રીથી ફ્યુલ ટેન્ક તૈયાર કરાયું તેનો ઉપયોગ મોટા ભાગ પ્લેન અને સેનાના હેલિકોપ્ટરોમાં કરવામાં આવે છે. કારના ટાયર પણ અત્યાધુનિક ટેક્નૉલૉજીથી તૈયાર કરવામાં આવ્યા છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી