PM મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચે 20 મિનિટની નક્કી મુલાકાત 1 કલાક ચાલી

મોદીએ ભારત આવવા માટે આપ્યું આમંત્રણ, જાણો કયા મુદ્દાઓ થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપનાં પ્રવાસ પર છે આજે પ્રવાસનો બીજો દિવસ છે. ગઇકાલે રોમમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત બાદ આજે પ્રધાનમંત્રી મોદીએ વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને પોપ વચ્ચે આ પહેલી મુલાકાત હતી જેમા બંને એકબીજાને ભેટી રહ્યા હોય તેવી તસવીરો સામે આવી છે.

પ્રધાનમંત્રી મોદીએ પોપને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે, પ્રધાનમંત્રી મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચે 20 મિનિટ સુધી મુલાકાત નક્કી હતી પરંતુ બંને વચ્ચે આશરે એક કલાક સુધી બેઠક ચાલી હતી. પ્રધાનમંત્રી મોદીની સાથે NSA અજીત ડોભાલ અને વિદેશમંત્રી એસ જયશંકર પણ ત્યાં પહોંચ્યા હતા. બંને દિગ્ગજો વચ્ચે શું વાતચીત થશે તેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો નહીં પરંતુ ઈટાલીના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર બંને વચ્ચે ક્લાઇમેટ ચેન્જ, ગરીબી અને દુનિયાને વધુ સારી બનાવવા મુદ્દે ચર્ચા થઈ હતી.

પોપે કોરોના સંક્રમણ દરમિયાન અન્ય દેશોને મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. મોદી- પોપ વચ્ચે કોવિડ-19 મહામારી પછી લોકોને પડી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી. મોદીએ જળવાયુ પરિવર્તન મુદ્દે ભારત દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ વાત કરી હતી. તેમણે પોપને જણાવ્યું કે કેવી રીતે 1 અબજ રસીના ડોઝ કયા દેશના નાગરિકોને આપવામાં આવ્યા.

પ્રધાનમંત્રીનાં યુરોપ પ્રવાસમાં એક બાદ એક ઘણા બધા કાર્યક્રમ અને બેઠકો નક્કી કરવામાં છે, G-20 માં બધા દેશોની નજર ભારત પર છે ત્યારે પીએમ મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે પણ મીટિંગ નક્કી કરવામાં આવી છે.

પીએમ મોદી અને ઈમેન્યુઅલ મેક્રો વચ્ચેની મિટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગયા મહિને જ બંને નેતાઓ વચ્ચે AUKUS મામલે ચર્ચા થઈ હતી. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સબમરીન ડીલને લઈને ખૂબ રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે બંને વચ્ચે શું નક્કી થાય છે તેના પર વિશ્વનાં મોટા દેશોની નજર છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી