દહેગામ : રાયપુર કેનાલમાં ડૂબેલા અમદાવાદના 4 યુવકોની શોધખોળ હજુ પણ યથાવત

સેલ્ફીના મોહમાં ચારેય યુવાનો ડૂબ્યા, એકને બચાવવા જતા ત્રણ કૂદ્યા

દહેગામ નદીક રાયપુરની નર્મદા કેનાલમાં ડૂબેલા 4 યુવકોની શોધખોળ હજુપણ યથાવત છે. ગઇકાલે કેનાલ પાસે અમદાવાદના યુવાનો બર્થ ડે મનાવવા આવ્યા  હતા. આ દરમિયાન ચારેય યુવાનો ડૂબ્યા હતા. યુવાનો પગ કેનાલમાં લપસતાં અન્ય યુવાનો તેને બચાવવા જતા કેનાલમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે, હાલ શોધખોળ ચાલી રહી છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોકના વિશ્વાસ ફલેટના યુવકો બર્થડેની ઉજવણી બાદ ફોટોશૂટ કરાવવા ગાંધીનગરના રાયપુર પાસેની કેનાલ પર ગયા હતા. જ્યાં ઉજવણી દરમિયાન તે કેનાલના ઢાળ પર ઉતરી ફોટોશૂટ કરાવી રહ્યા તે સમયે અચાનક જ બેલેન્સ ગુમાવતાં 4 યુવકો કેનાલમાં પડી ગયા હતા. પાણીનું વહેણ એટલું વધારે હતું કે કેનાલમાં પડ્યા બાદ તરત જ ચારેય યુવાનો તણાઇ ગયા હતા.હજુ સુધી કોઈ પણ યુવકની ભાળ મળી નથી.

વિગત મુજબ, રાયપુર નર્મદા કેનાલ પાસે બાઇક અને એક્ટિવા પર નિકુંજ અનિલભાઈ સગર (ઉ. 24), સાહિલ અરવિંદભાઈ પટેલ (ઉ. 21),જયદીપ સબવાણિયા(ઉ 20) અને સ્મિત રાકેશભાઈ પટેલ (ઉ 19) એમ ચાર યુવાનો આવ્યા હતા. જેમાથી એક યુવાનનો બર્થડે હતો. બર્થડે મનાયા બાદ યુવાનો કેનાલ પાસે સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. આ દરમિયાન યુવક ડુબવા લાગતા તેને બચાવવા એક પછી એક ત્રણ યુવાનોએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી. જો કે ચારેય પાણીની ઉંડા વહેણમાં તણાવા લાગ્યા હતા.

આ અંગેની જાણ થતાં તાબડતોબ ફાયર ટીમે ઘટના સ્થળે આવી પહોંચી સ્થાનિક બહિયલના તરવૈયાઓની મદદથી ડૂબેલા ચારેય યુવકોની શોધખોળ શરૂ કરી હતી. સાંજના સુમારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પણ કોઈ યુવકનો પત્તો મળ્યો નથી. 4 લોકો ડૂબ્યાં હોવાની જાણકારી મળતા લોકોના ટોળે ટોળાં કેનાલ પર આવી ગયા હતા. કેનાલના પ્રવાહમાં ડૂબાયેલા યુવકોના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવતા દૂ:ખનું આભ ફાટી પડ્યું છે. 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી