આમિર ખાનના લગ્નજીવનમાં બીજી વખત ભંગાણ

15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી અલગ થયા

બોલિવૂડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ સાબિત નથી થઈ રહ્યા. આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે આ અંગે આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરી છે. આ સમાચાર તેમના ચાહકોમાં માટે ચોંકાવનારા છે. આમિર ખાન અને કિરણ રાવે 28 ડિસેમ્બર, 2005ના રોજ લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન બંનેને એક પુત્ર આઝાદ પણ છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમિર ખાને રીના દત્તા સાથે 18 એપ્રિલ, 1986ના રોજ લગ્ન કર્યાં હતાં. તે લગ્નથી તેમને દીકરો જુનૈદ અને દીકરી ઇરા છે. બંનેએ 2002માં ડિવોર્સ લીધા હતા.

 246 ,  3