જેમણે અગાહી કરી એમણે જ કારકીર્દી બનાવી…

‘ડાયરીમાં લખી લો…મનસુખભાઈનું ભવિષ્ય ખુબ ઉજ્વળ’

કોરોના સંકટમાં ડો. હર્ષવર્ધનની કેન્દ્રીય આરોગ્યમંત્રી પદેથી છૂટ્ટી થઈ ગઈ. તેમની જગ્યાએ ગુજરાતના નેતા મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ને આ મહત્વની જવાબદારી સોંપાઈ. મનસુખ માંડવિયાના ખભે હવે કોરોનાની ત્રીજી લહેરને રોકવાની કે તે જો આવી ગઈ તો તે પરિસ્થિતિમાં સ્થિતિ બીજી લહેરની જેમ ન બગડે તેની જવાબદારી છે. તેઓ મોદી સરકારના એ 7 મંત્રીઓમાં સામેલ છે જેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે. 49 વર્ષના મનસુખ માંડવિયા વિશે આજથી 9 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ એક ભવિષ્યવાણી કરી હતી જે બિલકુલ સાચી ઠરી હોય તેવું લાગે છે. 

વાત જાણે એમ છે કે મનસુખ માંડવિયાને 2012માં પહેલીવાર રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમના સન્માનમાં સુરતમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તે સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને માંડવિયામાં ખુબ સંભાવનાઓ દેખાઈ રહી છે. તેમનું ભવિષ્ય ઉજ્વળ છે. ખાસ વાત એ છે કે માંડવિયા અંગે મોદી એટલા આત્મવિશ્વાસ સાથે ભવિષ્યવાણી કરતા જોવા મળ્યા કે લોકોને એમ પણ કહ્યું કે લોકો તેમની આ વાત ડાયરીમાં નોંધ કરીને રાખે. 

‘ડાયરીમાં લખી લો…મનસુખભાઈનું ભવિષ્ય ખુબ ઉજ્વળ’
તે સમયે કાર્યક્રમમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તમને કદાચ એમ લાગતું હશે કે આપણા મનસુખભાઈ રાજ્યસભા ગયા, સન્માન છે, હાલો જઈ આવીએ. પણ આ ઘટના એટલી નાની નથી. આજની તારીખ, 9.35 ના સમયે હું બોલી રહ્યો છું, કોઈને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી રાખજો. દોસ્તો હું સ્પષ્ટ જોઈ રહ્યો છું, મનસુખભાઈનું ભવિષ્ય કેટલું ઉજ્વળ છે, તે મને સાફ દેખાય છે. તેમનામાં પડેલી શક્તિઓ આવનારા કાલને કેવી ઉજાળશે તેનો મને પૂરેપૂરો અંદાજ છે. મને વિશ્વાસ છે હું સાચો પડીશ.’

 84 ,  1