September 26, 2022
September 26, 2022

સેમિફાઈનલ આજે, વરસાદની આશંકા, મેચ રદ થશે તો ભારત ફાઈનલમાં

  • ભારત-ન્યુઝીલેન્ડ 16 વર્ષ પછી આમને-સામને
  • રોહિત વધુ 27 રન બનાવે તો સચિનનો એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રનનો રેકોર્ડ તૂટશે​​​​​​​
  • 23 રન બનાવતા જ વર્લ્ડ કપમાં તેના 1,000 રન થઈ જશે
  • ભારત-ન્યુઝીલેન્ડની સેમિ. આજે માન્ચેસ્ટરમાં રમાશે
  • આજે અને કાલે ત્યાં વરસાદની આશંકા 50% સુધી છે
  • મેચ રદ થશે તો પોઈન્ટ્સના આધારે ન્યુઝીલેન્ડ બહાર થશે

ક્રિકેટ વર્લ્ડ કપ 23 દિવસથી વરસાદના પડછાયાથી દૂર હતો. હવે સેમિફાઈનલ શરૂ થઈ રહી છે તો વરસાદ ફરી પાછો ફર્યો છે. મંગળવારે માન્ચેસ્ટરમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી સેમિફાઈનલ રમાશે. અહીં વરસાદની આશંકા 50% છે. બુધવારે રિઝર્વ ડે છે. તે દિવસે પણ વરસાદની આશંકા છે. એવી જ રીતે ગુરુવારે રમાનારી બીજી સેમિફાઈનલમાં પણ વરસાદની આશંકા છે. ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચેની મેચ જો રદ થશે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં આવી શકે છે તો મુકાબલો ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે થશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી