સેન્સેક્સ 349 અંક તૂટ્યો, નિફ્ટી 14660ની નીચે

બેન્ક નિફ્ટી 0.62 ટકા ઘટાડાની સાથે 33,949.95ના સ્તર પર

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,510 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,644.95 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.7 અને નિફ્ટીમાં 0.6 ટકાથી નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.10 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.56 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 349.02 અંક એટલે કે 0.70 ટકાના ઘટાડાની સાથે 49509.22 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 87.50 અંક એટલે કે 0.59 ટકા ઘટીને 14656.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.02-0.59 ટકા વેચવાલી વાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.62 ટકા ઘટાડાની સાથે 33,949.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી, મેટલ, આઈટી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી.

દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, પાવર ગ્રિડ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, ટાઈટન અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.71-1.36 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, ગેલ, બીપીસીએલ, યુપીએલ, ડિવિઝ લેબ્સ 1.38-2.37 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, ગ્લેન્ડ, કેનેરા બેન્ક, આઈઆરસીટીસી અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ 1.53-4.66 ટકા સુધી લપસ્યા છે. જ્યારે અદાણી ગ્રીન, ગોદરેજ પ્રોપર્ટીઝ, અદાણી પાવર, એસીસી અને કંસાઈ નેરોલેક 2.00-5.00 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં પીએનસી ઈન્ફ્રાટેક, કેપીઆર મિલ, ટાટા ઈન્વેસ્ટ કૉર્પ, ઈન્ફીબિમ એવેન્યુ અને અપોલો પાઈપ્સ 3.25-5.88 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં અજમેરા રિયલ્ટી, આલોક ઈન્ડસ્ટ્રીઝ, મન ઈન્ડસ્ટ્રીઝ, રાણે મદ્રાસ અને ભારત ડાયનામેકિસ 5.16-12.76 ટકા સુધી મજબૂત થયા છે.

 47 ,  1