સ્ટોક માર્કેટે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમવાર 62 હજારને પાર

નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર

ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

સ્ટૉક માર્કેટમાં સોમવારે સતત સાતમા સત્રમાં તેજી ચાલુ રહી. નિફ્ટી 50 એ 18,500 પોઇન્ટના લેવલ પાર કરી અને સેન્સેક્સ પહેલી વખત 62,000 પોઇન્ટ સુધી પહોંચ્યો. ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં ઘટાડો અને ક્રૂડ ઑઇલના પ્રાઇસેઝ 85 ડૉલર પ્રતિ બેરલથી વધુ હોવા છતાં દેશના ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

BSE સેન્સેક્સે 61,963.07 ની નવી હાઇ બનાવી અને 459.64 પોઈન્ટ વધીને 61,765.59 પર બંધ થયો. નિફ્ટી 50માં 138.50 પોઇન્ટની તેજી રહી અને તે 18,477 પર બંધ થયો.

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, વી કે વિજયકુમારે કહ્યું હતું કે, શૉર્ટ ટર્મમાં માર્કેટમાં વેલ્યુએશનને લઇને આશંકાને ભારી પડવું મુશ્કેલ છે. લૉન્ગ ટર્મ ઇનવેસ્ટર્સને એવા સ્ટૉક્સ નહીં ખરીદવા જોઇએ જે ખૂબ વધારે વધ્યો છે. તેઓ સારી ક્વૉલિટી વાળા સ્ટૉક્સમાં બન્યા રહેવું જોઇએ.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી