સેન્સેક્સે પ્રથમ વખત 49 હજારની સપાટી વટાવી, નિફ્ટી 14400ને પાર

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 412 અંક વધી 49,194.પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 107 અંક વધી 14,454 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા, HUL સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 3.79 ટકા વધી 1361.55 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 2.18 ટકા વધી 1016.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જાવો મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકા ઘટી 5555.40 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 0.50 ટકા ઘટી 100.15 પર કારોબાર કરી રહ્યો છે.

 44 ,  1