September 23, 2021
September 23, 2021

સેન્સેક્સ 244 અંક તૂટ્યો, નિફ્ટી 17,302ની નીચે

મિડકેપ તેમજ સ્મૉલોકપ શેરો પણ લપસ્યા

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને ખૂલ્યા છે. નિફ્ટી 17350 ની નીચે છે અને સેન્સેક્સ 58148 પર છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 156 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 39 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.10 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.12 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 244.55 અંક એટલે કે 0.42 ટકાના ઘટાડાની સાથે 58,060.52ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 66.50 અંક એટલે કે 0.38 ટકા ઘટીને 17,302.75ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર ઈન્ડેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.05-0.50 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.52 ટકાના ઘટાડાની સાથે 36,493.95 ના સ્તર પર છે. જ્યારે એફએમસીજી, મેટલ અને રિયલ્ટી શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા 0.65-1.30 ટકા સુધી તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, એચડીએફસી, કોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને મારૂતિ સુઝુકી 0.67-2.07 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ શેરોમાં અદાણી પાવર, અદાણી ગ્રીન, નિપ્પોન, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને ઓબરોય રિયલ્ટી 1.09-1.71 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, પીએન્ડજી, આઈઆરસીટીસી અને ઈમામી 1.42-4.16 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં એજિસ લોજિસ્ટીક્સ, બ્રાઈટકોમ ગ્રુપ, વી2 રિટેલ, સેમકોન સ્પેશલ અને ફિલ્ટેક્સ ઈન્ડિયા 3.01-4.46 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં અપોલો માઈક્રો સિસ્ટમ, ઈલેક્ટ્રોસ્ટીલ, એપકોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ, ફિનોલેક્સ કેમિકલ્સ અને કેપ્લીન લેબ્સ 5.02-13.40 ટકા સુધી ઉછળા છે

 40 ,  1