સેન્સેક્સ 245 અંક ગગડ્યો, જયારે નિફ્ટી 14200ની નીચે

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની નબળાઈ જોવા મળી

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48,150ની નીચે જ્યારે નિફ્ટીએ 14,154.30 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.44 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.72 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.18 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 245.41 અંક એટલે કે 0.51 ટકાના ઘટાડાની સાથે 48102.18 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 72.20 અંક એટલે કે 0.51 ટકા ઘટીને 14166.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.07-1.30 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.42 ટકા ઘટાડાની સાથે 31,068.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી શેરોમાં ખરીદારીનું વલણ છે.

દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, આઈઓસી, ટાટા સ્ટીલ અને રિલાયન્સ 1.93-4.46 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, યુપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને ટેક મહિન્દ્રા 0.84-1.48 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ભારત ફોર્જ, શ્રીરામ ટ્રાન્સફર અને ફ્યુચર રિટેલ 4.06-4.99 ટકા સુધી લપસ્યા છે. જ્યારે કંટેનર કૉર્પ, એલએન્ડટી ઈન્ફોટેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક અને ઈન્ફો એજ 1.34-3.55 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ચેન્નઈ પેટ્રો, એસટેક લાઈફ, ગેટવે ડિસ્ટ્રિક્ટ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ડેટામેટિક્સ ગ્લોબલ 5.11-17.04 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એમએમટીસી, એલએન્ડટી ટેકનોલૉજી, મેજેસ્કો, સારદા કૉર્પ અને અપાર ઈન્ડસ્ટ્રીઝ 3.30-7.99 ટકા સુધી મજબૂત થયા છે.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર