September 19, 2021
September 19, 2021

અફઘાનની અસર બજારમાં..! સેન્સેક્સ 258 અંક ઘટ્યો, નિફ્ટી 16600ની નીચે

બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ, મિડકેપ-સ્મૉલોકેપ શેરો પણ લપસ્યા

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને ખૂલ્યા છે. નિફ્ટી 16650 ની નીચે છે અને સેન્સેક્સ 55859 પર છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 89 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 16 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.41 ટકા સુધી ઉછળીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.24 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.36 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 258.39 અંક એટલે કે 0.46 ટકાના ઘટાડાની સાથે 55,690.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.80 અંક એટલે કે 0.34 ટકા ઘટીને 16,580.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.23-0.56 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.40 ટકાના ઘટાડાની સાથે 35,476.25 ના સ્તર પર છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, આઈશર મોટર્સ, ઈન્ડઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા અને એચડીએફસી 0.69-1.95 ટકા સુધી તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યુપીએલ, હિંડાલ્કો, એલએન્ડટી, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને કોલ ઈન્ડિયા 0.66-2.67 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ શેરોમાં અદાણી ગ્રીન, પીએન્ડજી, એબી કેપિટલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર અને જેએસડબ્લ્યુ એનર્જી 1.07-2.76 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, સેલ, એન્ડયોરન્સ ટેક્નોલૉજી અને આરઈસી 1.56-5.00 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં હિંદ રેક્ટિફાયર્સ, સ્વાન એનર્જી, રેમકોઈન્ડ, ગોદાવરી પાવર અને મનાલી પેટ્રો 2.74-3.4 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ઝેન ટેક, શક્તિ પંપ્સ, ડેટામેટાલિક્સ ગ્લોબલ, અદાણી ટોટલ ગેસ અને શ્રી રેણુકા 4.99-7.53 ટકા સુધી ઉછળા છે.

 48 ,  1