સેન્સેક્સ 357 અંક ઘટ્યો, નિફ્ટી 14980ની નીચે

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7 ટકાની નબળાઈ 

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50490 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,929.25 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.21 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.41 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 357.75 અંક એટલે કે 0.70 ટકાના ઘટાડાની સાથે 50488.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 103.80 અંક એટલે કે 0.69 ટકા ઘટીને 14977 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં 0.24-1.57 ટકા વેચવાલી વાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.60 ટકા ઘટાડાની સાથે 35,228.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, હિંડાલ્કો અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.24-2.69 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ગેલ, બીપીસીએલ, એમએન્ડએમ અને આઈઓસી 1.08-4.26 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં અપોલો હોસ્પિટલ, એમફેસિસ, જિંદાલ સ્ટીલ, પાવર ફાઈનાન્સ અને ચોલામંડલમ 1.59-2.81 ટકા સુધી લપસ્યા છે. જ્યારે અદાણી પાવર, આઈજીએલ, ઑયલ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક, આઈઆરસીટીસી 1.45-4.97 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં મેજેસ્કો, સાલસાર ટેક્નોલોજી, હિંદ કૉપર, સ્ટાર સિમેન્ટ અને નાલ્કો 2.2-4.97 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર, રાણે મદ્રાસ, એનએફએલ, બલરામપુર ચીની અને જિંદાલ પોલિ ફિલ્મ 5.59-6.75 ટકા સુધી મજબૂત થયા છે.

 57 ,  1