પ્રારંભિક કારોબારમાં તેજી, સેન્સેક્સમાં 214 અંકોનો વધારો

સેન્સેક્સ 58,757 સુધી ઉપલા સ્તરે નોંધાયો, Nifty 17400ની પાર

બજારની શરૂઆત મજબૂતીની સાથે થઈ છે. હાલમાં સેન્સેક્સ 214.56 અંક અથવા 0.37 ટકાના વધારા સાથે 58,675.85 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 56.50 અંક એટલે કે 0.32 ટકાની મજબૂતી સાથે 17,458.15 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Infosys, BPCL, L&T, Axis Bank અને Kotak Mahindra Bank નિફ્ટીનો ટૉપ ગેનરમાં સામેલ છે. Nestle, Tata Consumer Products, Hindalco, Power Grid Corp અને Bajaj Auto ટૉપ લૂઝર છે.

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 58,555.58 ની સપાટીએ ખુલ્યો છે જેનું ગુરુવારનું બંધ સ્તર 58,461.29 હતું. નિફટી(Nifty)ની વાત કરીએ તો ઇન્ડેક્સ ગુરુવારની 17,401.65 ની બંધ સપાટી સામે આજે વૃદ્ધિ સાથે 17,424.90 ઉપર ખુલ્યો હતો

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જોવા મળી રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ ગુરૂવારે અમેરિકી બજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ઓમિક્રોનના કારણે બુધવારે વેચવાલી બાદ ગુરુવારે રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી. ડાઉ જોન્સ 1.82 ટકા વધીને 618 પોઈન્ટ વધીને 34,640 ના સ્તર પર બંધ થયો. નાસ્ડેકમાં 127 પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 64 પોઈન્ટ વધીને 4577 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. નિક્કી 225, સ્ટ્રેટ ટાઇમ્સ અને હેંગ સેંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેઈટેડ ગ્રીન માર્ક ઉપર છે તો કોસ્પીમાં નબળાઈ છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી