સેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 14350ની સપાટી વટાવી

ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. બપોરે 3.04 વાગ્યે સેન્સેક્સ 700થી વધુ અંક વધી 48800ને પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 214 અંક વધી 14351 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા 2.30 ટકા 615.65 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 2.11 ટકા 1288.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HDFC, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC 0.82 ટકા ઘટી 2639.75 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 1.02 ટકા ઘટી 1526.65 પર કારોબાર કરી રહ્યો છે.

 50 ,  1