શેરબજારમાં ખુલતાની સાથે કેવી રહી ચાલ, જાણવા કરો ક્લિક

શેરબજારમાં આજે શરૂઆતમાં વધારો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +98.34 પોઇન્ટ વધીને 38,829.16ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +27.90 પોઈન્ટના વધારા સાથે 11,583.80 પર ટ્રેડ થઇ રહ્યો છે.

શેરબજારમાં મંગળવારે ભારે ઉતાર-ચઢાવ ભર્યો કારોબાર થયો હતો. સેન્સેક્સ 10 અંક વધીને 38,730.82 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 285 અંક ઘટીને 38,453.87 પર આવી ગયો હતો. નિફ્ટીનું કલોઝિંગ 2.70 પોઈન્ટ નીચે 11,555.90 પર થયું હતું. ઈન્ટ્રા-ડે મા તે 98 અંક ઘટીને 11,461ના સ્તરે આવી ગયો હતો.

બીજી તરફ યસ બેન્કના શેરમાં લગભગ 2 ટકા તેજી જોવા મળી છે. સનફાર્મા અને ઓએનજીસી લગભગ 1-1 ટકા ચઢ્યા. રિલાયન્સ, ટાટા સ્ટીલ, વેદાંતા અને ઓએનજીસીના શેરમાં 0.5 ટકાથી 0.7 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા પ્રમાણે આમ બજેટ શેરબજારની આશા પ્રમાણેનું ન રહ્યું. અન્ય એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે બજેટમાં કરવામાં આવેલા ટેક્સના પ્રસ્તાવના કારણે રોકાણકારોના મનમાં આશંકા છે. આ કારણે બજેટ બાદ બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે રજૂ કરેલા બજેટમાં કહ્યું હતું કે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકાથી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ સેબીએ આપ્યો છે. આ સિવાય 2-5 કરોડ અને 5 કરોડ રૂપિયાથી વધુ આવક વાળા પર સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી