સેન્સેક્સ 269 અંક લપસ્યો, નિફ્ટી 14750ની નીચે

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,684.51 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,703.15 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.09 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 269.52 અંક એટલે કે 0.54 ટકાના ઘટાડાની સાથે 49781.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 75.40 અંક એટલે કે 0.51 ટકા ઘટીને 14739.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઑટો, મેટલ, રિયલ્ટી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.56-1.03 ટકા વેચવાલી વાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.88 ટકા ઘટાડાની સાથે 33,882.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા અને પીએસયુ બેન્ક શેરોમાં ઉછાળો જોવા મળ્યો.

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.23-2.25 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, સિપ્લા, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, ડિવિઝ લેબ, એનટીપીસી અને સન ફાર્મા 0.30-1.40 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, ઑયલ ઈન્ડિયા, ઓબરોય રિયલ્ટી, સીજી કંઝ્યુમર અને સેલ 1.18-2.16 ટકા સુધી લપસ્યા છે. જ્યારે બેન્ક ઑફ ઈન્ડિયા, અદાણી પાવર, અદાણી ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ અને બર્ગર પેંટ્સ 2.31-7.11 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં રેલ વિકાસ, રેસ્પોન્સિવ ઈન્ડસ્ટ્રીઝ, રોસરી, એપીએલ અપોલો અને સેરેબ્રા 2.65-6.58 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં બેન્ક ઑફ મહારાષ્ટ્ર, આઈનોક્સ વિંડ, અદાણી ટોટલ ગેસ, મેજેસ્કો અને એમટીએનએલ 4.24-9.57 ટકા સુધી મજબૂત થયા છે.

 20 ,  1