સેન્સેક્સ 1,200 અંક લપસ્યો, નિફ્ટી 14500ની નીચે

બેન્ક નિફ્ટીમાં 1,400 અંક તૂટ્યો

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49640 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,758.70 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.78 અને નિફ્ટીમાં 0.69 ટકાથી વધારાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી અને મિડકેપ શેરોમાં નબળાઈનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.02 ટકાનો નજીવો ઘટાડો દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.61 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,286.57 અંક એટલે કે 2.57 ટકાના ઘટાડાની સાથે 48,743.26ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 376 અંક એટલે કે 2.53 ટકા ઘટીને 14,491.15ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઑટો, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.38-1.30 ટકા વેચવાલી વાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.20 ટકા ઘટાડાની સાથે 33,452.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને મેટલ શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઑટો, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એસબીઆઈ 1.92-2.95 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, યૂપીએલ અને બ્રિટાનિયા 0.81-1.95 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિયન હોટલ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, આઈઆરસીટીસી અને એબી કેપિટલ 1.98-3.21 ટકા સુધી લપસ્યા છે. જ્યારે અદાણી પાવર, ફ્યુચર રિટેલ, સેલ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સફર 2.56-4.98 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં આઈનોક્સ લિઝર, વૈભવ ગ્લોબલ, પીવીઆર, માર્કસન ફાર્મા અને તાજ જીવીકે હોટલ્સ 3.62-5.12 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એનઆઈઆઈટી, એવીટી નેચરલ, હેપિએસ્ટ માઈન્ડસ, મનાલી પેટ્રો અને વી2 રિટેલ 5-13.03 ટકા સુધી મજબૂત થયા છે.

 47 ,  1