સેન્સેક્સ 400 અંક લપસ્યો, નિફ્ટી 17650ની નીચે

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ 

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને ખૂલ્યા છે. નિફ્ટી 17670 ની નીચે છે અને સેન્સેક્સ 59302 પર છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 364 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 79 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.42 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 408.64 અંક એટલે કે 0.61 ટકાના ઘટાડાની સાથે 59,258.96 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 108.20 અંક એટલે કે 0.61 ટકા ઘટીને 17,640.40ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.17-1.16 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.10 ટકાના ઘટાડાની સાથે 37,527.80 ના સ્તર પર છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, વિપ્રો, ઈન્ફોસિસ અને ડિવિઝ લેબ 4.87-7.77 ટકા સુધી તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, એનટીપીસી, આઈઓસી, મારૂતિ સુઝુકી, પાવર ગ્રિડ, બીપીસીએલ અને ઓએનજીસી 3.16-7.34 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, ઈન્ફો એજ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, એમ ફેસિસ અને ટીવીએસ મોટર્સ 1.6-2.34 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, સેલ, આઈડીબીઆઈ બેન્ક, અપોલો હોસ્પિટલ અને એબી કેપિટલ 1.36-2.19 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં વી2 રિટેલ, મેક્સ હેલ્થકેર, જેઆઈએસએલ, એજીસી નેટવર્ક્સ અને સનટેક રિયલ્ટી 3.89-4.97 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ગેલેન્ત મેટલ, ફ્યુચર રિટેલ, ફ્યુચર સપ્લાય, ફ્યુચર લાઈફ અને ઝુઆરી એગ્રો કેમિકલ્સ 4.99-7.10 ટકા સુધી ઉછળા છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી