બનાસકાંઠા: હડકવાની રસીની ભારે તંગી, લોકો ત્રાહિમામ

બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી હડકવા વિરોધી રસીની અછત સર્જાઇ છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા બે મહિનાથી અહીં આવતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જો શ્વાન કે અન્ય કોઈ પશુ કે જનાવર કરડી જાય તો પણ અહીં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જઈને મોંઘીદાટ સારવાર લેવી પડે છે.

એક તરફ સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવાની વાતો જોરશોર થી કરવામાં આવે છે જ્યારે બીજી તરફ બનાસકાંઠા જેવા પછાત અને ગરીબ વિસ્તાર ની હોસ્પિટલોમાં હડકવા વિરોધી ઇન્જેક્શનો છેલ્લા ત્રણ મહિનાથી નથી અને તેના માટે રજુઆત કરવા છતાં પણ સરકાર આ દર્દીઓને પડતી હાલાકી મામલે ગણકારતી પણ નથી ત્યારે સરકારે પોકળ ભાષણબાજી કર્યા વગર દવાઓનો જથ્થો સમયસર મળી રહે અને દર્દીઓને હાલાકી ના પડે તે દિશામાં પ્રયાસો કરવા જોઇએ.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી