અમદાવાદના વાડજ, પાલડી સહિત અનેક વિસ્તારમાં મેઘમહેર

રાજ્યમાં આગામી બે દિવસની ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં અનેક અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાના સમાચાર સામે આવ્યા છે.

એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કુષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘમહેરથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના બાળકો વરસાદના પાણીમાં કુદકા મારતા જોવા મળી રહ્યા છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી