અમદાવાદ : સારંગપુર AMTS બસ ટર્મિનસનો શેડ અચાનક ધરાશાયી થતાં મચી ભાગદોડ..

સદ્નસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો

AMTS બસ સ્ટેડનની સલામતીને લઇને થયા સવાલ

અમદાવાદ શહેરના સારંગપુર AMTS બસ ટર્મિનસ પાસે મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી. AMTS બસ ટર્મિનસનો શેડ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઇ હતી. સવારના સમયે બસ સ્ટેશન પર ભીડ હતી ત્યારે ઘટના બની હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

વિગત મુજબ, સારંગપુર AMTS બસ ટર્મિનસ પર શેડ ધરાશાયી થતાં હાજર મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટના મુદ્દે AMTSના ચેરમેને નિવેદન આપતા કહ્યું શેડ જૂનો થઈ ગયો હોવાથી ધરાશાયી થયો છે અને કોઈ નુકસાન થયુ નથી. ત્યારે આ ઘટના જોતાં અન્ય ટર્મિનસ પર શેડની તપાસ કરાશે તેમજ અન્ય ટર્મિનસ પર આવી ઘટના ન બને તેને લઈને કામગીરી કરાશે. અમદાવાદ શહેરમાં સારંગપુર બસ સ્ટેશનનો અચાનક તૂટી પડેલો શેડ એએમટીએસના મેઇનટેન્સ સંભાળતા સ્ટાફની બેદરકારી સૂચએ છે. તેમજ આ એએમટીએસના બસ સ્ટેડનની સલામતીને લઇને અનેક પ્રશ્નો ઉભા કરે છે.

અમદાવાદના એએમટીએસ બસ સ્ટેન્ડનો શેડ ઘરાશાયી થવાની ઘટનાએ શહેરના અન્ય બસ સ્ટેન્ડ અને ટર્મિનશની સલામતીને લઇને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. એએમટીએસ દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોના બસ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ અનેક સ્થળોએ નાના મોટા બસ સ્ટોપ અને બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી