ખેડબ્રહ્મા: ખેડવા મુકામે વગર લાઈસન્સની સિંગલ બેરલ બંદુક ઝડપાઈ

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના વિસ્તારના ખેડવા મુકામથી ફુલ્લીદાર સીંગલ બેરલ બંદુક મળી આવેલ છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, મળતી બાતમી અનુસાર ખેડવા ગામમાં રહેતા નાનજીભાઈ હીરાભાઈ ગમાર પાસે લાઈસન્સ વગરના ગેરકાયદેસરના હથિયાર દેશી બનાવટ કરવામાં આવે છે. સીંગલ બેરલ ફૂલ્લીદાર બંદૂક કિંમત રૂપિયા 30,000 જાણવામાં આવી છે.

ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા અને માહિતી મળી હતી તે અનુસાર તપાસ કરતા ખેડવા ગામેથી નાનજીભાઈ હીરાભાઈ ગમારને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પડ્યા હતા. આર્મસ એક્ટ મુજબ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

 16 ,  1