September 23, 2021
September 23, 2021

વસ્ત્રાલમાં બંધ કારખાનામાં ત્રાટકેલા તસ્કરો આખરે ઝડપાયા

રામોલ પોલીસે 1.58 લાખના મુદ્દામાલ સાથે ત્રણની કરી ધરપકડ

જલધારા ફાઉન્ડ્રી નામના કારખાનમાં પાંચ દિવસ પહેલા ત્રણ ચોરો ત્રાક્યા હતા

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ જલધારા ફાઉન્ડ્રી નામના કારખાના પાછાળના ભાગેથી જમીનમાં ખોડકામ કરી અંદર પ્રવેશી ઘરફોડ ચોરી કરનાર ત્રણ તસ્કરોને રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કારખાનામાં ચોરી થયેલા માલસામાન સહિત 1 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ મામલે નારાણપુરા વિસ્તારમાં રહેતા ત્રણેય ચોરોને દબોચી વધુ પૂછપરછ હાથ ધરી છે.

વિગત મુજબ, રામોલ વિસ્તારમાં આર.એફ.કેમ્પની પાછળ આવેલ જલધારા ફાઉન્ડ્રી નામના કારખાનમાં પાંચ દિવસ પહેલા ત્રણ ચોરો ત્રાક્યા હતા. જેમાં જમીનમાં ખોદકામ કરી કારખાનામાં પ્રવેશી 50 નંગ લોખંડના વજનીયા તેમજ બે થેલા કિલોગ્રામ સીલીકોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતા. આ મામલે રામોલ પોલીસે ચોરો સામે ફરિયાદ નોંધી તપાસમાં લાગી ગઇ હતી.

ગઇકાલે રામોલ પોલીસની સર્વેલન્સ સ્કવોડના PSI બી.આર ભાટી તથા ASI મહેન્દ્ર દાજીરાવની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ભરતસિંહ અને ચેતનભાઈ રણછોડભાઈને મળેલી ચોક્કસ બાતમીને આધારે વસ્ત્રાલ કર્ણાવતી ચાર રસ્તા પાસે કારખાનાનો માલ સામાન વેચવા જતા કમલેશ ઉર્ફે કલ્પેશ કલાસવા, વિનોદ કટારા તેમજ ભુપેશ પરમારને ઝડપી લીધા હતા.

પૂછપરછમાં આરોપીઓએ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા જલધારા ફાઉન્ડ્રી નામના કારખાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તમામ આરોપીઓ નારણપુરા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચોરો પાસેથી 30 નંગ લોખંડના વજનીયા તેમજ 70 કિલો ગ્રામ સીલીકોન સહિત 1 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 184 ,  1