અમદાવાદ : લાખોના MD ડ્રગ્સ સાથે SOG ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને દબોચી લીધા

ખાનપુર દરવાજા પાસે નશીલા પદાર્થ સાથે આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેરના ખાનપુર દરવાજા પાસે લાખોના MD ડ્રગ્સ સાથે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીને આધારે ગાયકવાડ હવેલી અને ખાનપુરમાં રહેતા બે ઇસમોને માદક પદાર્થ ઝડપી પાડ્યા છે. SOG ક્રાઇમ બ્રાંન્ચે આરોપીઓ પાસેથી આશરે સાત લાખના MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, SOG ક્રાઇમ બ્રાન્ચના PI એડી પરમાર તેમજ PSI એ.વીશિયાળીયા તથા કોન્સ્ટેબલ લક્ષ્મણ સિંહ રાણા સહિત તેમણી ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન સાબરમતી રીવરફ્રન્ટ સુભાષબ્રીજથી જમાલપુરબ્રીજ તરફ જતા ખાનપુર દરવાજાના પાછળના ભાગે ફુટપાથ પાસે આરોપીઓ માદક પદાર્થ સાથે આવતા હોવાની બાતમી મળી હતી. બાતમી બાદ પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી ઇરફાન ઉર્ફે બબલુ ગુલાબખાન પઠાણ તથા ઇરફાન સાબીરહુશેન ફકીરની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા આરોપીઓ પાસેથી નશીલા માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખ 96 હજાર 900ની કિંમતનો 69 ગ્રામ 690 મીલીગ્રામ મેથાએમ્ફેટામાઇનનો જથ્થો કબ્જે કર્યો છે.

હાલ આ મામલે SOG ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી અને કોણે પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 488 ,  2