ભાવનગરની એક હ્રદય કંપાવી નાખે તેવી ધટના સામે આવી છે. એક માતા પર તેના જ પુત્રએ 11 છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી પામી છે. હાલમાં માતાના શરીરમાં ફસાયેલી છરીને કાઢવા માટે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે.
જાણવા મળ્યું છે કે આ ઘટનામાં પુત્રના પિતાએ પણ મદદ કરતા બંને નાસી છૂટ્યા છે અને પોલીસે શોધવા કવાયદ હાથ ધરી છે. તબીબો દ્વારા છરી બહાર કાઢી લેવામાં આવી છે પરંતુ મહિલા હજી પણ ગંભીર હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને હાલ પતિ અને પરિવારથી છેલ્લા પાંચ વર્ષથી અલગ રહેતા વનીતાબેન મનહરભાઇ ચૌહાણ નામની 46 વર્ષની મહિલા ભરતનગરમાં કોઇ કામ સંબધે ગઇ હતી. તે સમયે તેના પતિ અને પુત્રએ ત્યાં પહોંચી ઝગડો શરૂ કર્યો હતો અને અગાઉથી ઇરાદાપૂર્વક આવ્યા હોય તેમ પુત્રએ ઝનુનપૂર્વક એક સાથે 11 છરીના ઘા શરીર પર ઝીંકી દીધા હતા.
ફરિયાદી પુત્રી જણાવ્યું હતું કે, ‘મારૂ નામ અમૃતાબેન હસમુખભાઈ પરમાર છે. મારી માતા વનીતાબેન છેલ્લા પાંચેક વર્ષથી અલગ આખલોલ જકાતનાકે રહે છે અને લોજમાં રાંધવાની મજુરી કરે છે. આજે મારા ઘરે મારી નાનીબેન બિંદિયા અને તેના પતિ શૈલેષભાઈ આવ્યા હતાં. શૈલેષભાઈ રેડીમેઈડનું કામ કરે છે. તેના કારીગરને પૈસા આપવા અમે જતા હતાં.
40 , 1