ટી શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્યને સ્પીકરે બહાર કાઢ્યા..!!!

ગૃહની ગરિમા જળવાય તેવા પરિધાન પહેરીને ગૃહમાં આવવું : રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત વિધાનસભામાં આજે ટી શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ બહાર કાઢી મૂકતાં વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે વિમલ ચુડાસમા અને સ્પીકર વચ્ચે દલીલબાજી પણ થઈ હતી.

વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ વિમલ ચુડાસમાને કહ્યું હતું કે,આપ ટી શર્ટ પહેરી ને આવ્યાં છો  તેથી આ ગૃહની બહાર જાવ અને ટી શર્ટ બદલીને આવો. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ અને વિમલ ચુડાસમા વચ્ચે બોલાચાલી થઈ હતી. ચુડાસમાએ દલીલો ચાલુ રાખતાં છેવટે સ્પીકરે સાર્જન્ટ્સને આદેશ કરતાં તેમણે ચુડાસમાને બહાર કાઢ્યા હતા.

ગૃહમાં ધારાસભ્યોનાં પહેરવેશને લઇને વિધાનસભા અધ્યક્ષ  ટકોર કરી હતી કે. ગૃહની ગરિમા જળવાય તેવા પરિધાન પહેરીને ગૃહમાં આવવું. તેમણે ગૃહમાં ટી શર્ટ પહેરીને ન આવવા ફરી ટકોર કરી હતી. 

એટલું જ નહીં વિમલ ચુડાસમાને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરી માંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ થતા કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્યા હતા અને ધારાસભ્યોનું અપમાન હોવાનો આક્ષેપ કરી કેટલાક ધારાસભ્યો કાળા કપડાં પણ પહેરીને આવે છે તેમની સામે પણ પગલાં લેવાની માંગણી કરી હતી. 

 62 ,  1