રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન પાછુ ખેંચવાની વિનંતી અધ્યક્ષે ફગાવી

સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

લોકશાહીના મંદિર સમાન સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે. પ્રથમ જ દિવસે 3 વિવાદી કૃષિ બિલ પરત સંસદના બન્ને ગૃહમાં બિલ પાસ થઈ ગયા હતા. બીજી બીજુ ચોમાસુ સત્રમાં હોબાળો મચાવનારા 12 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. ત્યારે આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસે પણ હોબાળા સભર રહ્યો. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોએ અનેક મુદ્દાઓ પર હંગામો શરૂ કર્યો હતો. 12 સાંસદને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી. રાજ્યસભાના આ 12 સાંસદો 23 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. મંગળવારે, કેન્દ્ર સરકાર લોકસભામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસીસ) એમેન્ડમેન્ટ બિલ રજૂ કરી શકે છે.

આ પહેલા સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં ચર્ચા કર્યા વિના ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે સરકારે ચર્ચા કર્યા વિના જ આ કાયદાઓ પાછા ખેંચી લીધા. આ સત્રમાં સરકાર લગભગ 26 બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં વીજળી, પેન્શન, નાણાકીય સુધારા સંબંધિત ઓછામાં ઓછા અડધો ડઝન બિલનો સમાવેશ થાય છે.

સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

12 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષી દળો સંયુક્ત રીતે સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ સહિત અન્ય પાર્ટીઓ પણ સામેલ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી