રાજ્ય સરકારે દશેરાની ઉજવણીની છૂટ આપી..

400 લોકોની મર્યાદામાં કાર્યક્રમના આયોજન માટે પરવાનગી

ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે પણ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે રાહણ દહન કાર્યક્રમ યોજી શકાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે, હિન્દુ સંસ્કૃતિમાં રાવણ દહનનું એક ખુબ મોટું મહત્વ છે અને રાજ્યના સૌ નાગરિકોના જે દર વર્ષની જેમ રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે થઈ શકે તે માટે નવરાત્રિની જેમ જ 400 લોકોની એસઓપી અંતર્ગત રાવણ દહનની પરમિશન અમે લોકો આપવાના છીએ. રાજ્ય સરકાર તમામ તહેવારોને કોવિડને કંટ્રોલમાં રાખીને ઉડવી શકે તે માટે કટીબધ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના યુવાનોએ પણ આ નશાખોરીની ચુંગાલમાંથી છુટવા માટે સંકલ્પબધ્ધ બનવું પડશે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી