September 22, 2020
September 22, 2020

તમામ તહેવારો પર રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ, શોભાયાત્રા-તાજીયાના ઝુલુસ કાઢી શકાશે નહીં

રાજ્યમાં તહેવારો પર કોરોનાનું ગ્રહણ..! સાતમ-આઠમના મેળા સહિત પહેલીવાર અંબાજીની પદયાત્રા નહીં થાય

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આવતા તમામ તહેવારો પર પ્રતિબંધ મુક્યો છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમા ઉજવવામાં આવનાર જન્માષ્ટમી, અંબાજી ભાદરવી પૂનમનો મેળો, ગણપતિ ઉત્સવ, તાજિયા, સંવત્સરી, તરણેતરનો મેળો, શ્રાવણ માસમાં યોજાતા વિવિધ મેળાઓ તથા અન્ય તહેવારો નિમિત્તે યોજાતી શોભાયાત્રા-પદયાત્રાની જાહેર ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. વડોદરા ખાતે માધ્યમકર્મીઓ સાથે સંવાદ કરતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની નાની મૂર્તિનુ પોતાના ઘરે સ્થાપન કરી, ઘરે જ વિસર્જન કરવા તેમણે નાગરિકોને અપીલ કરી છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોના હિતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પણ માને છે કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા અને મહામૂલી માનવ જિંદગી બચાવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર