પૂર પીડિતોની વહારે આવી રાજ્ય સરકાર…

નવા મુખ્યમંત્રીએ સરકારી સહાયની રકમ વધારી

સહાય મામલે આદેશનું પાલન નહીં થાય‌ તો અધિકારીઓ સામે પગલાં ભરાશે

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂત સહિત પૂરમાં અસરગ્રસ્ત લોકોને વહારે આવી સહાયની જાહેરાત કરી છે. કુદરતી આફતો બાદ ચુકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કરાયો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે વધારો કરવાની મંજુરી આપી છે.

સૌરાષ્ટ્રમાં મેઘ તારાજી બાદ હવે અસરગ્રસ્તોની વ્હારે રાજ્ય સરકાર આવી છે. રાજ્ય સરકારે અતિવૃષ્ટિની સહાયમાં વધારાને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી છે. જેમાં જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લા માટે સહાયની જાહેરાત કરી છે. કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. ત્યારે આ સહાયના વધારાથી રાજ્ય સરકારની તીજોરી પર 13 હજાર કરોડોનો બોજો પડશે.

ગુજરાતના પૂરપીડિતોને વ્હારે ગુજરાત સરકાર આવી છે. પૂરના અસરગ્રસ્તોને 4100 રૂપિયાની અપાતી સહાયની રકમ હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં પશુ મૃત્યુમાં પણ ચૂકવાતી રકમમાં વધારો કરાયો છે. દુધાળા પશુના મોતમાં 50,000 રૂપિયાની સહાય કરાશે. જે અત્યાર સુધી ૩૦૦૦૦ રૂપિયા હતી. તો પાંચ પશુઓની સંખ્યાને આધારે આ વધારો કરાયો છે. આ વધારો માત્ર પૂરગ્રસ્ત ત્રણ જિલ્લાઓ માટે જ છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર 13 કરોડ રૂપિયાનો બોજ પડશે. જોકે, સહાય મામલે મુખ્યમંત્રી આદેશનું પાલન નહીં થાય‌ તો અધિકારીઓ સામે પગલાં ભરવા આવશે.

  • ઘરવખરી સહાયમાં રૂ. 3200 નો વધારો કરી હવે પરિવાર દrઠ રૂ. 7000 અપાશે
  • વરસાદથી નાશ પામેલા ઝૂંપડાના કિસ્સામાં રૂ. 5900 નો વધારો કરી હવે ઝૂંપડા દrઠ રૂ. 10 હજાર સહાય મળશે
  • અંશત: નુકશાન પામેલા પાકા મકાનોની સહાય પેટે હવે રૂ. 15 હજાર મળશે
  • અંશત: નુકશાન પામેલા કાચા મકાનોની સહાયમાં રૂ. 6800 નો વધારો કરાયો
  • દૂધાળા  મોટા પશુ મૃત્યુ સહાય હવે પાંચ પશુ સુધી પશુ દિઠ રૂ. 50 હજાર પ્રમાણે અપાશે
  • ઘેટાં-બકરાં જેવા દૂધાળા નાના પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુદિઠ રૂ. 5 હજાર સહાય રાજ્ય સરકાર આપશે 

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી