રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં 3 હજારથી વઘુ શિક્ષકોની કરશે ભરતી

ધોરણ 1-5માં 1300 અને 6 થી8માં 2000 શિક્ષકોની બે માસમાં ભરતી કરશે

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે રાજ્યમાં ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે આ અંગે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા નવો આદેશ જાહેર કરી શકે છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં 3300 શિક્ષકોની કરશે ભરતી જે પૈકી ધોરણ 1 થી 5 માં 1300 શિક્ષકોની થશે ભરતી જ્યારે ધોરણ 6 થી 8માં 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

રાજ્ય સરકાર આગામી બે મહિનાની અંદર ભરતી કરશે. સરકાર ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે શિક્ષકોની યોગ્ય લાયકાત મુજબ ભરતી કરશે.

એક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં 10 લાખ જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેના પગલે પ્રસ્તાવિત નીતિને ટૂંક સમયમાં કેબિનેટની સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નીતિ આયોગે પણ શાળાના શિક્ષકોને ચૂંટણી કાર્ય સહિતના બીજા બિન શૈક્ષણિક કાર્યોથી પણ મુક્ત કરવાની સલાહ આપી હતી.

 68 ,  1