રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ના બદલે 200 લોકોને છૂટ, રૂપાણી સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે લગ્ન સમારંભમાં આપી મોટી છુટછાટ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી

રાજ્યમાં લગ્ન સીઝનને લઈને રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ગુજરાત અને દેશમાં અનલોકમાં સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લગ્ન સમારંભોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં લગ્ન સમારંભોમાં લોકોને કેટલા લોકોને હાજર રાખવા તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.

રાજ્યમાં કોરોના કાબૂમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે રાજ્યમાં કોરોના વાયરસના 860 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3724 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,833 એક્ટિવ કેસ છે, જ્યારે 1,57,247 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,777 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,73,804 પર પહોંચી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર