અદાણી અને અંબાણી સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે આ સરકારી કંપની, મોટા પ્રોજેક્ટ સાથે ટૂંક સમયમાં લાવશે IPO

હાલમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માત્ર 1365 મેગાવોટ

ભારતની સૌથી મોટી પાવર જનરેટર કંપની NTPC તેની પેટાકંપની NTPC Renewables Energy ને શેરબજારમાં લિસ્ટ કરવાની યોજના પર ઝડપથી આગળ વધી રહી છે. સૂત્રો અનુસાર IPO 2022-23 માં આવશે. કંપની તેના 60 GWના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભંડોળઉભું કરવા માંગે છે. આ લક્ષ્યાંક માટે કુલ 2.5 લાખ કરોડનું રોકાણ પ્રસ્તાવિત છે. ઉલ્લેખનીય છે કે કંપની પ્રોજેક્ટ બાદ બે ગુજ્જુ દિગ્ગ્જ ઉદ્યોગકાર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓ સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે.

NTPC એ દેશનો સૌથી મોટો પાવર જનરેટર છે. તે મુખ્યત્વે કોલસા આધારિત ઉર્જા ઉત્પન્ન કરે છે. 2032 સુધીમાં પવન અને સોલર ક્ષમતાથી 60 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે. હાલમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા 1365 મેગાવોટ છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં તેને વધારીને 13,000 મેગાવોટ ગ્રીન એનર્જી બનાવવાની છે.

NTPC renewables energy ઉત્પાદન માટે જમીન ફાળવવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સાથે વાતચીત કરી રહી છે. અહીં કંપની 17 હજાર મેગાવોટ renewables energy ઉત્પન્ન કરશે.એક અખબારી અહેવાલ મુજબ ગુજરાત 5000 મેગાવોટ ક્ષમતા માટે NTPC Renewables Energy Park બનાવશે.

એનટીપીસી રીન્યૂએબલ વર્ષ 2032 સુધીમાં 60GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ-સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ્સના ભંડોળ માટે આ આઈપીઓ લાવી રહી છે. કંપનીની દર વર્ષે 7થી 8 ગીગાવોટ નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં વધારો કરવાની યોજના છે. તાજેતરમાં જ ઓક્ટોબર 2020 માં જ એનટીપીસીએ તેની રીન્યૂએબલ એનર્જી કંપની-એનટીપીસી રીન્યુએબલ એનર્જી લિ. કંપનીની સ્થાપના કરી હતી,જે ગ્રીન એનર્જી આધારિત જ હશે.

હાલ અદાણી ગ્રીન એકમાત્ર લિસ્ટેડ કંપની છે

દેશની અન્ય કંપનીઓ પણ રિન્યુએબલ એનર્જીની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ગૌતમ અદાણી પહેલાથી જ આ ક્ષેત્રમાં છે. તેમની કંપની અદાણી ગ્રીન એનર્જીનો બિઝનેસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. તે આ ક્ષેત્રની એકમાત્ર લિસ્ટેડ કંપની છે.

મુકેશ અંબાણીની પણ એન્ટ્રી

24 જૂને રિલાયન્સ AGMની બેઠકમાં અધ્યક્ષ મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રીન એનર્જી કંપની શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ માટે 10 અબજ ડોલર ફંડની પણ જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી ત્રણ વર્ષમાં સોલાર, હાઇડ્રોજન અને બેટરીમાં આ રોકાણ કરશે. મુકેશ અંબાણી ગુજરાતના જામનગરમાં 5000 એકર ગ્રીન એનર્જી પાર્ક ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

 58 ,  1