કોંગ્રેસના આ રાજ્યના પ્રદેશ અધ્યક્ષે રાજીનામું ધરી દીઘુ…

કોંગ્રેસના આઠ વિધાયકો ભાજપનો ખેસ ધારણ કરે તેવી અટકળોએ જોર પકડયું

સંસદના ચોમાસું સત્રના બીજા દિવસે પણ પેગાસસના મુદ્દા પર હોબાળો થવાના અણસાર છે. ત્યારે આ તમામની વચ્ચે બીજા એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મણિપુરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌઝમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 8 કોંગ્રેસી ધારાસભ્યો આજે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. મણિપુરમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે મોટો ઝટકો છે.

ગોવિંદદાસ કોંથૌઝમે કોંગ્રેસ પાર્ટી તરફથી બિષ્ણુપર વિધાનસભા વિસ્તારમાંથી સતત 6 વાર ઘારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમને મણિપુરના કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા.

બીજી બાજુ પંજાબમાં કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નવજોત સિદ્ધુને પક્ષપ્રમુખ બનાવવાની સાથે ચંદીગઢ સ્થિત પંજાબ કોંગ્રેસ કચેરીના રંગરૂપ પણ બદલાવવા લાગ્યા છે. અહીં પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંઘનું પોસ્ટર લાગેલું રહેતું હતું, હવે સિદ્ધુના સમર્થકોએ રાતોરાત તેને બદલીને ત્યાં સિદ્ધુનુ પોસ્ટર લગાવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સામે સતત આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ કેપ્ટન અમરિન્દરસિંઘના દબાણ હેઠળ હાઇકમાન્ડ કોઈ નિર્ણય લઈ શકતું ન હતું. જૂના કોંગ્રેસીઓ પણ સિદ્ધુને પ્રદેશ પ્રમુખનું પદ આપવાની તરફેણમાં ન હતા, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડે તેની પરવા કર્યા વગર સિદ્દુના હાથમાં પક્ષની કમાન સોંપી. આમ કોંગ્રેસે અહીં મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતાં ઉલ્ટુ વલણ અપનાવ્યું. કદાચ તે બંનેમાંથી બોધપાઠ શીખ્યું છે.

 96 ,  1