રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના 1515 કેસ નોંધાયા, 9 દર્દીઓના મોત

રાજ્યમાં એક જ દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા. કુલ આંકડો 1,95,917 પર પહોંચ્યો.

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સૌથી વધુ 1515 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ-1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોનું મૃત્યુ થયું હતું.

રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 178786 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 95 દર્દી વેન્ટીલેટર પર છે અને 13190 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,95,917 પર પહોંચી છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.26 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1028.89 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 71,71,44 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,86,806 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,86,712 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 94 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 354 સુરત કોર્પોરેશનમાં 211, વડોદરા કોર્પોરેશનમાં 125, રાજકોટ કોર્પોરેશનમાં 89, બનાસકાંઠા-55,  ગાંધીનગર કોર્પોરેશનમાં 53, મહેસાણામાં 53, પાટણ-51, સુરત – 51, રાજકોટ-48, વડોદરા-39, ગાંધીનગર-36, કચ્છ-30, અમરેલી-24, પંચમહાલ-23, જામનગર કોર્પોરેશન-21, જામનગર-20, ખેડા-20 અને અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર