રાજકોટ : GSTના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી 20 હજારની લાંચ લેતા ઝડપાયા

 ACBએ GST વિભાગમાં ટ્રેપ ગોઠવી ભ્રષ્ટ અધિકારીને રંગે હાથ ઝડપ્યા

રાજકોટમાં વધુ એક ભષ્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. GSTના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી ટેક્સના રિફંડના રૂપિયા આપવાની અવેજ પેટે ફરિયાદી પાસેથી 20 હજારની માગણી કરી હતી. જેની ફરિયાદ સામે આવતા ACBએ ટ્રેપ ગોઠવી અધિકારીને લાંચ રૂપિયા સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

વિગત મુજબ, રાજકોટ ACBએ આજે GST વિભાગમાં ટ્રેપ ગોઠવી હતી. બહુમાળી ભવનમાં વાણીજ્ય વેરા કચેરીમાં GSTનો ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનોજ મનસુખલાલ મદાણીને 20 હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો. મનોજ મદાણી ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ ACBએ મનોજ મદાણીના ઘરે દરોડા પાડ્યા છે. અધિકારી પાસેથી અપ્રમાણસરની મિલકત શોધવા માટે તેમના ઘરે ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

આ કામના ફરીયાદીની ખાનગી પેઢીને આક્ષેપિતની કચેરી તરફથી વેલ્યુ એડેડ ટેક્ષના આકારણી વર્ષ-2016-17ના વર્ષના ભરાયેલ ટેક્ષના રીફંડના રૂપિયા આશરે 9,70,000(અંકે રૂપીયા નવ લાખ સીતેર હજાર) વ્યાજ સહિતના મળવા પાત્ર હોય જે નાણાં ચૂકવવા અર્થેનો આક્ષેપિતની કચેરીમાંથી થયેલ અસલ હુકમ આપવાની અવેજ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.20,000- ની લાંચની માંગણી કરેલ અને ફરીયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી.પો.સ્ટે.ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે રાજકોટ બહુમાળી ભવનના ચોથા માળે આવેલ વાણીજ્ય વેરા કચેરી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસે 20,000ની લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ જઇ ગુન્હો દાખલ થયો છે.

 69 ,  1